સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે ચીનમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ચીનની રાજધાની બેઈજિંગ નજીક શિનફાદી મીટ માર્કેટમાં કોરોનાના નવા 46 કેસ નોંધાતા તંત્રે વોરટાઈમ ઈમર્જન્સી જાહેર કરી દીધી છે અને બેઈજિંગના સૌથી મોટા જથ્થાબંધ બજારને બંધ કરી દીધું છે. બેઈજિંગના દક્ષિણ પ્રાંતમાં કોરોના વાયરસના નવા કેસના પગલે 11 રહેણાંક એસ્ટેટમાં લૉકડાઉન લાગુ કરી દેવાયું છે. ઉપરાંત અહીંની નવ સ્કૂલો અને કિંડરગાર્ટન પણ બંધ કરી દેવાયા છે. વુહાનના સી-ફૂડ માર્કેટમાં સ્થાનિક સ્તરે સંક્રમિત થયેલા નવા છે કેસ સાથે ત્રણ દિવસમાં બેઈજિંગમાં કોરોનાના કુલ 46 કેસ નોંધાતા તંત્ર સાબદું થઈ ગયું છે.