ચીન સાથેનો સરહદી વિવાદ ચરમસીમા પર પહોંચ્યા પછી ભારતે વધુ એકવાર ચીનને સીધી ચેતવણી આપી હતી કે, ભારત તેના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતા સાથે કોઇ સમજૂતી કરશે નહીં. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે પત્રકાર પરિષદમાં સવાલોના જવાબમાં જણાવ્યું હતું કે, ભારત વિવાદોનો શાંતિપૂર્ણ ઉકેલ ઇચ્છે છે પરંતુ જરૂરિયાત પ્રમાણે તમામ પ્રકારની કાર્યવાહી માટે પણ તૈયાર રહે છે. ચીન તેની પ્રવૃત્તિઓ એલએસીની પેલેપાર તેના વિસ્તાર પૂરતી મર્યાદિત રાખે. ભારત મંત્રણા દ્વારા મતભેદો ઉકેલવાની તરફેણ કરે છે પરંતુ જેમ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું તેમ અમે ભારતના સાર્વભૌૈમત્વ અને પ્રાદેશિક અખંડતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે આશા રાખીએ છીએ કે ચીન તેની પ્રવૃત્તિઓ તેની સરહદની અંદર મર્યાદિત રાખશે. ભારત અને ચીન વચ્ચે હજુ સંપર્ક યથાવત છે અને મંત્રણા ચાલી રહી છે.