Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરને આતંકી જાહેર કરવા માટે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ દ્વારા પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો જે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જોકે મસૂદને આતંકી જાહેર કરવાની ચીને ચોથી વખત ના પાડી દીધી હતી. જૈશ-એ-મહંમદના કુખ્યાત આતંકવાદી અઝહર મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા અંગેના પ્રસ્તાવ સામે વિટો પાવર વાપરીને તેને બચાવી લીધો છે. જણાવી દઈએ કે, સંયુક્ત રાષ્ટ્રની સલામતિ સમિતિની બેઠકમાં મસૂદને આતંકવાદી જાહેર કરવા અંગે 27 ફેબ્રુઆરીના રોજ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો, જેને બુધવારે (ભારતીય સમય મુજબ) મોડી રાત્રે ચીને વિટો પાવર વાપરીને ખારિજ કર્યો છે. ચીનના આ પગલાં સામે ભારત ઉપરાંત અમેરિકાએ પણ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ