ભારત અને ચીન સરહદે તનાવ વધતો જઈ રહ્યો છે. સોમવારે રાત્રે LAC પર થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થઈ ગયા છે. આ અથડામણમાં ચીનને પણ વ્યાપક નુક્સાન થયું છે. ચીનના પણ 43 સૈનિકો ઠાર થયા છે અથવા ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દરમિયાન LAC પાર ચીની હેલિકૉપ્ટરો ઉડતા જોવા મળ્યા છે. જે ચીનના મૃત અને ઘાયલ સૈનિકોને લઈ જવા માટે આવ્યા હતા.
સોમવારે રાત્રે બન્ને દેશોની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટના ત્યારે ઘટી, જ્યારે ગલવાન ઘાટી પાસે બન્ને દેશો વચ્ચે વાતચીત બાદ બધુ સામાન્ય થવાની સ્થિતિ આગળ વધી રહી હતી. ભારતીય સેનાએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું કે, 15 જૂનની રાત્રે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં અમારા 20 જવાન શહીદ થયા છે.