રાજસ્થાનમાં હાલમાં કાર્યવાહક સીએમ અશોક ગેહલોત હારની સમીક્ષા બેઠકમાં સામેલ થવા દિલ્હી પહોંચ્યા હતા. દરમિયાન મીડિયા સાથે એરપોર્ટ પર વાતચીતમાં તેમણે ભાજપ પર જોરદાર નિશાન તાકતાં કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં કામ અંગે ચર્ચા તો થઈ નહીં અને ભાજપવાળા બસ કન્હૈયાલાલ મર્ડર અંગે ચર્ચા કરતાં રહ્યા. તણાવનો માહોલ સર્જીને ધ્રૂવીકરણ કર્યું એટલા માટે ભાજપ જીતી ગયો