લોકસભા ચૂંટણી 2024ને લઈને વિપક્ષી દળોની એકતાના પ્રયાસ વધી થઈ ગયા છે. દરમિયાન આજે હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં વિપક્ષી દળોના નેતાઓનો મેળાવડો જામ્યો.
ફતેહાબાદમાં ઈન્ડિયન નેશનલ લોકદળ તરફથી આયોજીત રેલીમાં વિપક્ષના અમુક મોટા નેતા પહોંચ્યા. આ રેલીમાં શરદ પવાર, પ્રકાશ સિંહ બાદલ, સીતારામ યેચુરી, નીતીશ કુમાર, તેજસ્વી યાદવ સહિત અમુક વિપક્ષી નેતા સામેલ થયા.