ભારત સાથે યુદ્ધ તો શું નાનું સરખું છમકલું પણ થયું તો પાકિસ્તાનના અર્થતંત્રએ દેવાળું ફૂંકવાનો વારો આવી શકે છ. આમ કોરોના પછી માંડ-માંડ થાળે પડતું પાકિસ્તાના અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી શકે છે. પાકિસ્તાન પાસે માંડ ૧૫ અબજ ડોલરની જ વિદેશી ચલણની અનામતો છે જ્યારે ભારત પાસે ૬૮૮ અબજ ડોલરની અનામતો છે, એમ મૂડીઝ રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું.