રાજ્ય સરકારે નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ, રવિવાર તા. 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા તમામ ભારતમાં નોકરી, ધંધા અને વ્યવસાયકારોને છુટ અપાતા રાજ્ય સરકારે પણ અમુક શરતો સાથે છુટ આપી છે.
ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીએ રાજ્યમાં આ નિર્ણયની જાહેરાત કરી છે. ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે. દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે. માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન કરવું અને ગ્રાહકો પાસે પણ સોશિયલ ડિસ્ટન્સ કરાવવાની જવાબદારી દુકાનદારની રહેશે.
IT તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ 50 ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.
આ વિસ્તારોમાં નહીં ખોલાય દુકાનો
હોટસ્પોટ, કલ્સ્ટર અને કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં દુકાનો તેમજ રેડ ઝોન અને જે વિસ્તારમાં વધુ કેસ હોય ત્યાં દુકાનો નહીં ખુલે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં દુકાનો ગ્રીન ઝોનમાં જ ખુલશે.
આ દુકાનો નહીં ખુલે
- ઠંડા પીણાની દુકાનો શરૂ નહિ થાય
- હેર સલૂન નહીં શરૂ કરાય
- પાનના ગલ્લા કે દુકાન નહીં ખૂલે
- પગરખાંની દુકાનો નહીં ખૂલે
- નાસ્તા ફરસાણની દુકાન નહીં ખૂલે
- આઇસ્ક્રીમની દુકાનો નહીં ખૂલે
આ દુકાનો ખુલશે
- ઇલેક્ટ્રોનિક્સ દુકાનો ખુલશે
- સ્ટેશનરી દુકાનો ખુલશે
- મોબાઈલ રીચાર્જ અને રીપેરીંગની દુકાનો ખુલશે
- કરિયાણાની દુકાનો ખુલશે
- એસી રીપેરીંગની દુકાનો ખૂલશે
- પંચરની દુકાનો ખુલશે