સમગ્ર દેશમાં કોરોના વાયરસને પગલે લોકડાઉનની સ્થિતિ છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા કેટલીક સહાય અને છૂટછાટ આપવામાં આવી રહી છે. આ અંગે CMO સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, ખેડૂતોએ પાસ લેવાની જરૂર નથી. ખેડૂતોને પિયતની સગવડ મળી રહે તે માટેના પ્રયાસો કરાઇ રહ્યા છે. બોરવેલ કરાવવા માટે ખેડૂતોને મંજૂરી મળશે અને બોરવેલની ગાડી સમગ્ર રાજ્યમાં જઇ શકશે.
અશ્વિનીકુમારે ખાતામાં જમા થનારી રકમ અંગે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 50 લાખથી વધુ પરિવારને આ યોજનાનો લાભ મળ્યો છે. 50 લાખ એકાઉન્ટમાં 500 કરોડ રૂપિયા જમા કરાવી દેવામાં આવ્યા છે. લાભાર્થીના એકાઉન્ટમાં સીધી રકમ જમા કરાવાઇ છે. દરેક લાભાર્થીના ડેટાબેઝ પ્રમાણે નાણાં જમા કરાવ્યા છે. આ એપ્રિલ મહિનાના 1 હજાર જમા કરાવ્યા છે.