કોરોના વાઇરસના પ્રસારને નિયંત્રિત કરવા લોકડાઉનને ૩ મે સુધી લંબાવવાની જાહેરાતના એક દિવસ બાદ સરકારે બુધવારે ૨૦મી એપ્રિલથી લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપતી સુધારેલી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું હતું કે, દેશમાં કોવિડ -૧૯ની મહામારીને નિયંત્રિત કરવા માટે જાહેર કરાયલાં લોકડાઉનનાં પગલાં ૩ મે ૨૦૨૦ સુધી અમલમાં રહેશે. ૨૦મી એપ્રિલથી કેટલીક ચોક્કસ વધારાની પ્રવૃત્તિઓને લોકડાઉનમાંથી છૂટછાટ આપવામાં આવે છે. જોકે આ છૂટછાટ હાલના લોકડાઉનના નિયમોનું કડક પાલન કરાય છે કે કેમ તેના આધારે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને જિલ્લાતંત્રો દ્વારા અપાશે.