Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની લોકસભાની 80 બેઠકો કબ્જે કરવાની રણનીતિના ભાગરૂપે કોંગ્રેસે આજે લખનૌની સડકો પર પ્રિયંકા ગાંધીને રોડ શોના માધ્યમથી પ્રજાની વચ્ચે ઉતારીને ધમાકેદાર એન્ટ્રી કરાવી ત્યારે કોંગ્રેસના કાર્યકરોમાં મિડિયાને એક નવો જોમ અને જુસ્સો જોવા મળ્યો હતો. યે લહર નહીં આંધી હૈ...નામ પ્રિયંકા ગાંધી હૈ.....સહિતના સૂત્રોથી લખનૌની સડકો ગૂંજી ઉઠી હતી. રોડ શોમાં પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હતા. રોડ શો માટે ખાસ બનાવાયેલી બસની છત પર ભાઇ-બહેનની જોડી ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓ પણ જોડાયા હતા. 80માંથી 73 બેઠકો અને યુપીમાં વિધાનસભામાં સત્તા કબ્જે કરનાર ભાજપના શાસનમાં યુપીની રાજધાની લખનૌમાં 12 કિ.મી.ના રોડ શો દ્વારા કોંગ્રેસની ભાઇ-બહેનની જોડીએ લોકોમાં અને કાર્યકરોમાં ભારે આકર્ષણ અને નવા ઉત્સાહનો સંચાર કર્યો હોવાનું રાજકીય રીતે પ્રથમ દ્રષ્ટિએ જણાઇ રહ્યું છે. પ્રિયંકાની રાજનીતિમાં દમદાર એન્ટ્રીથી ભાજપમાં પણ ચિંતાની લાગણી સર્જાઇ છે તેના પુરાવા એ છે કે પ્રિયંકાના વસ્ત્રો અને પ્રિયંકાના ચહેરાને લઇને ભાજપ દ્વારા ટીકા ટીપ્પણી કરવામાં આવી છે. યુપીમાં આ રોડ શો બાદ ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજે તો નવાઇ નહીં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ