-
ગુજરાતના રાજકારણમાં હવે મંત્રી બનવાની નવી પરિભાષા આવી છે. ભાજપ સરકારમાં મંત્રી બનવું હોય તો કોંગ્રેસમાંથી (રિપીટ કોંગ્રેસમાંથી...) ધારાસભ્ય બનવું...અને એવું જ હવે બીજીવાર બન્યું છે. અગાઉ કોંગ્રેસના સિનિયર કુંવરજી બાવળિયા કોંગ્રેસમાં બાકોરૂ પાડીને ભાજપમાં જોડાયા અને જોડાયાના 4 કે 5 કલાકમાં જ કેબિનેટ મંત્રી બન્યા હતા. બાવળિયાને મંત્રીની ગાડીમાં હરતાં ફરતાં જોઇને જેમના મોઢામાંથી સત્તારૂપી લાળ ટપકી તે કોંગ્રેસના બીજા સિનિયર ધારાસભ્ય જવાહર ચાવડાએ કુંવરજીએ કોંગ્રેસમાં પાડેલા છિંડામાંથી નિકળીને ગઇકાલે સાંજે ભાજપમાં જોડાયા હતા. એકની એક હોટેલમાં જમીને કંયાળીને આપણે નવી હોટેલમાં જમવા નથી જતા....એમ કહીને હું હવે ભાજપમાં આવ્યો એમ કહીને તેમણે ભાજપને સરખામણી નવી હોટેલ સાથે કરીને વિવાદ જગાવ્યો હતો. પરંતુ ગુજરાતમાં ભાજપની નજર લોકસભાની 26 બેઠકો પર હોવાથી કોંગ્રેસમાં વર્ષોથી ચા-વડા ખાઇ ખાઇને કંટાળેલા અને કોંગ્રેસમાં હવે મજા નથી આવતી એમ કહેનાર જવાહર ચાવડાના શાબ્દિક ચાબખાંને સહન કરીને કેસરિયો આવકાર આપીને આજે કેબિનેટ મંત્રી બનાવીને તેમની સમક્ષ 56 ભોગનો રસથાળ પકવાન સાથે ધરીને કોંગ્રેસના બીજા ધારાસભ્યોના મોઢામાંથી સત્તાની લાળ પાડવોનો રાજકીય ખેલ પણ અમલમાં મૂક્યો છે.