Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં પાર્ટીએ #SpeakUpIndia અભિયાન શરૂ કર્યું છે. જેની શરૂઆત કરતા સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પાસે ગરીબોને રાહત આપવાની માંગ મૂકી છે. સોનિયાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે ગરીબો માટે આગામી 6 મહિના સુધી 7500 રૂપિયા પ્રતિમાસ આપવા જોઈએ.

સોનિયા ગાંધીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર મનરેગા અંતર્ગત દરેક શ્રમિકો માટે ઓછામાં ઓછા 200 દિવસ માટે કામ નક્કી કરે. અંદાજિત 6 મિનિટના સંબોધનમાં સોનિયાએ જણાવ્યું કે, દેશ છેલ્લા 2 મહિનાથી કોરોના મહામારી અને લૉકડાઉનનો સામનો કરી રહ્યો છે. લાખો મજૂરો ભૂખ્યા-તરસ્યા સેંકડો કિલોમીટર પગપાળા જવા મજબૂર બન્યા છે. સૌ કોઈ તેમના દર્દથી વાકેફ છે, પરંતુ સરકાર તેમનું સાંભળવા તૈયાર નથી.

સોનિયાએ જણાવ્યું કે, પહેલા દિવસથી જ કોંગ્રેસના સાથીઓ અર્થશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ અને અગ્રણી વ્યક્તિઓએ કહ્યું છે કે, આ સમય આગળ આવીને મદદ કરવાનો છે. પરંતુ કેમ જાણે સરકાર આ વાત સમજવા માટે તૈયાર નથી અને મદદ કરવાનો ઈન્કાર કરી રહી છે. ભારતનો અવાજ બુલંદ કરવા માટે આ સમાજિક અભિયાન ચલાવવાનું છે.

જણાવી દઈએ કે, કોરોના વાઈરસના મુદ્દે મોદી સરકારને ઘેરવા માટે કોંગ્રેસે નવી રણનીતિ બનાવી છે. જે અંતર્ગત આજથી કોંગ્રેસે સ્પીકઅપ ઈન્ડિયા (#JoinSpeakUpIndia) અભિયાન શરૂ કર્યું છે. આ ઓનલાઈન અભિયાનમાં 50 લાખથી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકો ભાગ લેવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ અભિયાન અંતર્ગત કોંગ્રેસ તરફથી કેન્દ્ર સરકાર મુખ્ય 4 માંગો રાખવામાં આવશેય. જેમાં પ્રવાસી મજૂરોને સુરક્ષિત અને મફત ઘરે પહોંચાડવામાં આવે, દરેક ઘરીને 10 હજાર રૂપિયાની તાત્કાલીક સહાયતા આપવામાં આવે, MSME સેક્ટરને લોન નહી પરંતુ આર્થિક મદદ પૂરી પાડવામાં આવે અને આ સાથે જ મનરેગા અંતર્ગત મજૂરોને ઓછામાં ઓછા 200 દિવસનું કામ આપવામાં આવે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ