દેશમાં કોરોના વાયરસનો વ્યાપ વધતો જઇ રહ્યો છે. ભારતમાં કોરોનાના બે લાખ કરતા વધુ લોકો સંક્રમિત થયા છે. જ્યારે 5500થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. દુનિયામાં સૌથી વધુ કોરોના સંક્મિત દેશોની યાદીમાં ભારત સાતમા સ્થાન પર છે. આ યાદીમાં અમેરિકા 18 લાખથી વધારે કેસની સાથે પહેલા નંબર પર છે.
એક લાખ કરતા વધારે સાજા થયા
જો આંકડાઓની વાત કરીએ તો, અત્યાર સુધી દેશભરમાં 2,07,615 લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે. 5,815 લોકોના મોત થયા છે જ્યારે 1,00,285 દર્દી સારવાર બાદ સાજા થયા છે. દેશભરમાં સૌથી વધુ 72,300 દર્દીઓ મહારાષ્ટ્રમાં છે અહીં 2,465 લોકોએ જીવ ગુમાવ્યા છે. તો બીજી તરફ 24,586 દર્દીઓ સાથે તમિલનાડુ બીજા ક્રમે છે અહીં 200 લોકોના કોરોનાના લીધે મોત થયા છે. દિલ્હી 22,132 દર્દીઓ સાથે ત્રીજા નંબરે છે અને 556 લોકોના મોત થયા છે.