દેશના વિવિધ રાજ્યોમાં કોરોના વાઇરસનો પ્રસાર અત્યંત જોખમી બનાવે તેવા કલસ્ટર ઊભાં થતાં સરકારે હવે કોરોના વાઇરસને ડામવા નવી યોજના તૈયાર કરી છે. સરકાર કોરોના વાઇરસના શંકાસ્પદ કેસોને ઝડપથી શોધી રોગચાળો ફેલાતો અટકાવવાની ચેઇન તોડીને કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા માગે છે જેથી નવા વિસ્તારોમાં વાઇરસનો પ્રસાર ન થાય.
૧૦ દિવસમાં કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, કર્ણાટક, તેલંગણા, લદ્દાખ અને ગુજરાત સહિતના રાજ્યોમાં કોરોના વાઇરસના સંક્રમણના કલસ્ટર સર્જાયાં છે. દેશના ૨૧૧ જિલ્લામાંથી કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. કોરોના વાઇરસનો વધુ પ્રસાર થવાનું જોખમ ઊંચું છે.