હાલ સમગ્ર દેશમાં લૉકડાઉન વધારવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આ દરમિયાન ઓડિશા સરકારે એક મોટુ પગલુ ભર્યું છે. રાજ્યની નવીન પટનાયક સરકારે લૉકડાઉનની મુદ્દત વધારવાનો નિર્ણય કર્યો છે. ઓડિશા સરકારે રાજ્યમાં 30 એપ્રિલ સુધી લૉકડાઉન વધારવાની જાહેરાત કરી છે. એવું કરનાર ઓડિશા દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ નિર્ણય અંગે જાણકારી આપી છે. આ સાથે જ રાજ્ય સરકારે કેન્દ્રને આ સમય દરમિયાન ટ્રેન અને વિમાન સેવાઓ શરૂ ન કરવાની અપીલ કરી છે. ઓડિશા સરકારે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ 17 જૂન સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન સ્કૂલ, કૉલેજ અને યુનિવર્સિટી બંધ રહેશે.