દેશના અત્યાર સુધીના ઇતિહાસમાં કોરોના ઇફેક્ટને કારણે સોમવારે સુપ્રીમ કોર્ટમાં પહેલીવાર વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે તમામ મહત્ત્વના કેસોની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગથી કરવાનું નક્કી કર્યું છે. કોરાનાનાં સંક્રમણથી બચવા કોર્ટ પરિસરમાં તમામ વકીલોની ચેમ્બર્સ બીજો આદેશ કરવામાં ન આવે ત્યાં સુધી બંધ કરવા આદેશ આપ્યો છે. વકીલોને ટોળે નહીં વળવા પણ ફરમાન કરાયું છે.