6-7 મેની રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા પછી, પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના ઘણા ભાગોમાં ડ્રોન હુમલા કર્યા, જેને ભારતીય સેનાએ સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યા. તાજેતરમાં જ એવું બહાર આવ્યું હતું કે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલો દ્વારા અમૃતસરના સુવર્ણ મંદિરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતની મજબૂત એર ડીફેન્સ સિસ્ટમની મદદથી પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.