કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આજે બંગાળમાં પહેલી વર્ચ્યુઅલ રેલીની શરૂઆતમાં બંગાળ (West Bengal) ની પવિત્ર ભૂમિને પ્રણામ કરતા કહ્યું કે કોરોનાથી જીવ ગુમાવનારાઓના આત્માને શાંતિ મળે. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં જનસંવાદનો રસ્તો શોધ્યો છે. બંગાળમાં ભાજપ કાર્યકરોનું બલિદાન ભાજપના નિર્માણમાં મહત્વનું છે. રાજકારણમાં હિંસાને કોઈ સ્થાન નથી. આ રેલી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દિલ્હીથી જ કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે મમતા બેનરજીએ શ્રમિકોનું અપમાન કર્યું છે. શ્રમિક ટ્રેનને તમે કોરોના એક્સપ્રેસ કહી છે પરંતુ તે જ તમને રાજ્યમાંથી બહાર કરશે. તમે મજૂરોના ઘાવ પર મીઠું ભભરાવી રહ્યાં છો અને તેઓ આ અપમાન ક્યારેય ભૂલશે નહીં. શાહે કહ્યું કે જે બંગાળમાં રવિન્દ્ર સંગીતની ધુન સંભળાતી હતી તે બંગાળ આજે બોમ્બ ધડાકાથી હચમચી રહ્યું છે. ગોળીઓનો અવાજ, હત્યાઓ, અને લોકોની ચિત્કારથી સન્નાટો છવાયો છે. કોમી તોફાનોથી તેના આત્માને ખુબ મોટુ નુકસાન થયું છે.