દેશમાં શનિવારે કોરોનાનો કુલ મૃત્યુઆંક 9,000થી વધુ થતાં મોતના સંદર્ભમાં ભારત વિશ્વમાં 9મા ક્રમે પહોંચી ગયો છે. ભારત કોરોનાના કેસના સંદર્ભમાં 3.21 લાખથી વધુ કેસ સાથે અમેરિકા, બ્રાઝિલ અને રશિયા પછી ચોથા ક્રમે છે. નિષ્ણાતોના મતે દેશના ઘણા વિસ્તારોમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે.
PTIની રાજ્યવાર ટેલી મુજબ દેશમાં એક જ દિવસમાં વિક્રમી સૌથી વધુ 11,929 કેસ નોંધાયા હતા તેમજ 394 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3,21,076 થઈ હતી જ્યારે મૃત્યુઆંક 9,212 થયો હતો.