દેશમાં લાગુ કરાયેલી તાળાબંધી દૂર થતાંની સાથે જ કોરોના મહામારીએ માથું ઊંચક્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગુરુવારે સવારે ૮ કલાકે પુરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં અત્યાર સુધીનાં સૌથી વધુ ૩૫૭ દર્દીનાં મોત નોંધાતાં કુલ મોતનો આંકડો ૮,૦૦૦ને પાર કરીને ૮,૧૦૨ ઉપર પહોંચી ગયો હતો. દેશમાં સતત નવમા દિવસે કોરોના સંક્રમણના ૯,૦૦૦ કરતાં વધુ અત્યાર સુધીના સૌથી વધારે ૯,૯૯૬ નવા દર્દીનો ઉમેરો થતાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨,૮૬,૫૭૯ થઇ હતી. દેશમાં અત્યાર સુધીમાં ૧,૪૧,૦૨૯ દર્દીઓ સાજા થતાં રિકવરી રેટ ૪૯.૨૧ ટકા પર પહોંચ્યો છે જ્યારે હજુ ૧,૩૭,૪૪૮ એક્ટિવ કેસ સારવાર હેઠળ છે.