ગુજરાતમાં કોરોનાનો ચેપ પોતાનો વ્યાપ વધારી રહ્યો છે. કોરોના અંગે અપડેટ વિગતો આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજ્યના 30 જિલ્લામાં કોરોનાનો ચેપ ફેલાયો છે. જૂનાગઢ, અમરેલી અને દેવભૂમિ દ્વારકા આ ત્રણ જિલ્લા સુધી આ ચેપ પહોંચ્યો નથી. સંક્રમણ ધીમું કેવી રીતે પડે તે જરૂરી છે. સંક્રમણ ધીમું પડે તે માટે તંત્ર એલર્ટ છે. આ લડત હજુ બે મહિના ચાલશે. છે. મે મહિનો ગુજરાત માટે કસોટીનો મહિનો છે. લોકોએ ખૂબ સહયોગ આપ્યો છે. ગંભીર બીમારી ધરાવતા લોકોએ સાચવવાની જરૂર છે. ખોટી અફવા ફેલાવવાની જરૂર નથી અને ગભરાવવાની જરૂર નથી. દરેક વ્યક્તિ સહકાર આપશે તો જંગ ઝડપથી જીતી શકીશું.