ભારતમાં કોરોના વાઇરસનાં સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં કોરોનાના કારણે થયેલાં કુલ મોતનો આંકડો ૧૦,૦૦૦ અને કુલ સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા ૩,૪૫,૦૦૦ નજીક પહોચી ગઇ છે. સોમવારે સવારે ૮ કલાકે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોવિડ-૧૯ની મહામારીમાં વધુ ૩૮૦ લોકોના જીવ જતાં દેશમાં કોરોના સંક્રમણથી કુલ મોતનો આંકડો ૯,૯૦૦ ઉપર પહોંચી ગયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના નવા ૧૦,૬૬૭ પોઝિટિવ કેસ મળી આવતાં કુલ દર્દીઓની સંખ્યા ૩,૪૩,૦૯૧ થઇ છે. રાહતની વાત એ છે કે, દેશમાં અત્યાર સુધીમાં ૧,૮૦,૦૧૨ દર્દી કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે.