અમદાવાદ શહેરના અત્યંત મહત્વની જગ્યા પર ફરજ બજાવતા મહિલા આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર અધિકારીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા ACPનો કોરોના પોઝિટિવ આવતા તેમને SVP હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને તેમના સંપર્કમાં આવેલા તમામ અધિકારી કર્મચારીઓને કોરન્ટાઈન કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.
અમદાવાદ શહેરના એક અત્યંત મહત્વની બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા ACPનો કોરોના પોઝિટિવ આવતા અધિકારીઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, આ મહિલા અધિકારીને થોડા દિવસ પહેલા દાણીલીમડામાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમાં આ મહિલા અધિકારી કોઈ કોરોના પોઝિટિવ સંક્રમિતના સંપર્કમાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.