દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના અમદાવાદ બાદ સુરતમાં પણ સતત કેસો વધી રહ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 499 થઈ ગઈ છે. વધુ આવેલા પોઝિટિવ કેસોમાં પાલિકાના SSI, માર્શલ, આંગણવાડી વર્કર તેમજ SRPના જવાનો પણ સંક્રમીત થયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા અમરોલીના આધેડનું સારવાર દરમિયાન મોત નિપજતા શહેર જિલ્લામાં કોરોનાનો મૃતાંક 15 થઈ ગયો છે. જોકે સિવિલ હોસ્પિટલમાં જ કોરોનાની સારવાર લઈ રહેલા સિવિલ હોસ્પિટલના એક તબીબ સહિત બે દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 19 દર્દીઓ સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે.