દેશની રાજધાની દિલ્હીમાં વકરી રહેલી કોરોના મહામારીને કાબૂમાં લેવા મોદી સરકાર મેદાનમાં ઊતરી છે. રવિવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધન અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી કેટલાક મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકાર દિલ્હીમાં કોરોના મહામારી નિયંત્રણમાં લેવા પ્રતિબદ્ધ છે. દિલ્હીની જનતાને સુરક્ષિત રાખવા સંખ્યાબંધ મહત્ત્વના નિર્ણય લેવાયા છે.