ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીનાં સૌથી વધુ ૧,૦૩૫ નવા પોઝિટિવ કેસ નોંધાયાં હતાં. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના મહામારીના કારણે ૪૦નાં મોત નોંધાતાં કુલ મોતનો આંકડો ૨૪૨ પર પહોંચ્યો હતો. ભારતમાં કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૭,૫૨૯ પર પહોંચી હતી. અત્યાર સુધી કોરોનાના સૌથી વધુ ૧,૬૬૬ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયાં છે. તામિલનાડુમાં ૯૧૧ અને નવી દિલ્હીમાં ૯૦૩ કુલ કેસ સામે આવ્યાં છે. દેશમાં સૌથી વધુ ૧૧૦ મોત મહારાષ્ટ્રમાં નોંધાઈ ચૂક્યાં છે. બીજા ક્રમે મધ્યપ્રદેશમાં ૩૩ અને ત્રીજાક્રમે ગુજરાતમાં ૧૯ મોત નોંધાયા છે.