ભારતમાં કોરોના વાઇરસનું સંક્રમણ હવે માઝા મૂકી રહ્યું છે. રોજના ૧૦,૦૦૦ કરતાં વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર શનિવારે સવારે ૮ કલાકે પૂરા થયેલા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૧૪,૫૧૬ પોઝિટિવ કેસ સામે આવતાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩,૯૫,૦૪૮ પર પહોંચી હતી. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી સંક્રમિત ૩૭૫ દર્દીનાં મોત નોંધાતાં કુલ મોતનો આંકડો ૧૨,૯૪૮ થયો છે. નવા સંક્રમણની સાથે દેશમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. અત્યાર સુધીમાં ૨,૧૩,૮૩૦ દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરી દેવાયાં છે. આ સાથે દર્દીઓનો રિકવરી રેટ ૫૪.૧૨ ટકા પર પહોંચી ગયો છે. જૂન મહિનાના પહેલા ૨૦ દિવસમાં દેશમાં કોરોના સંક્રમણના બે લાખથી વધુ કેસ નોંધાયાં છે.