દેશમાં કોરોના સંક્રમિત થનારા લોકોમાં મોટો ઘટાડો નોંધાયો છે. મંગળવારે સામે આવેલા સત્તાવાર આંકડા મુજબ 24 કલાકમાં માત્ર 26 હજાર જેટલા લોકો જ સંક્રમિત થયા છે. આ ઉપરાંત એક્ટિવ કેસોમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,567 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 385 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 97,03,770 થઈ ગઈ છે.