કોરોના વાયરસ સામેની લડાઈ ભારતના લોકોને ઘણા લાંબા સમય સુધી લડવી પડશે તેવું રોજેરોજ સંક્રમણના વધી રહેલા આંકડાને જોઈને લાગી રહ્યું છે. દેશમાં હવે કોવિડ-19 (COVID-19)થી સંક્રમિત થયેલા લોકોનો આંક 51 લાખને પાર થઈ ગયો છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 97,894 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1,132 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 51,18,254 થઈ ગઈ છે.
બીજી તરફ, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 40 લાખ 25 હજાર 80 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 10,09,976 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 83,198 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.