દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે. સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટે તમામ મશિનરી કામે લગાડી છે. જોકે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર કોરોના સામે કાર્યવાહી કરવામાં વિલંબનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, સરકાર પાસે પૂરો સમય હતો પણ સરકારે ગંભીરતાથી તૈયારી કરી નહોતી. વધુમાં તેમણે કહ્યું કે, મને એ જાણીને ખૂબ દુઃખ થઈ રહ્યું છે... અત્યારે દેશની જે પરિસ્થિતિ છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આ પરિસ્થિતિને સુધારી શકાય તેમ હતું.