Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના સંકટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા દરમ્યાન PM મોદી સામાન્ય પ્રજા સુધી જરૂરી સામાન પહોંચાડવા અને તેમના માટે કરાયેલી વ્યવસ્થા પર વાત કરી હતી. આ સાથે જ PM મોદીએ તમામ મુખ્યમંત્રીઓને લૉકડાઉનનું કડક પાલન કરવા જણાવ્યું હતું. તેમણે આ સાથે રાજ્યોને અપીલ કરી હતી જે રાજ્યોમાં જમાતના લોકો ગયા છે તેમને જલ્દીથી જલ્દી હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવે. 

આ સાથે PM મોદીએ રાજ્યના તમામ મુખ્યમંત્રીઓને આ સંકટના સમયમાં આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે આપણે સાથે મળીને લડીશું.

શ્રમિકોના પલાયન પર PM મોદીએ અપીલ કરી છે કે આપણે શ્રમિકોના પલાયનને કોઇપણ રીતે રોકવી પડશે. તેના માટે દરેક રાજ્ય પોતાના તરફથી સારી વ્યવસ્થા કરે. શ્રમિકો માટે શેલ્ટર હોમની સાથે ખાવા-પીવાની વ્યવસ્થા કરે. આ સાથે શ્રમિકોને પણ અપીલ કરી છે કે તેઓ રોડ પર ન નીકળે.

PM મોદીએ કહ્યું, આ સંકટના સમયે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ઉત્તમ સંકલનની જરૂરિયાત છે. કેન્દ્ર સરકાર દરેક રાજ્ય સરકારના પડખે ઉભી છે અને રાજ્ય સરકારને જે જરૂરી મદદ છે તે ઉપલબ્ધ કરાવામાં આવશે.  આ દરમિયાન PM મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે મેડિકલ સુવિધાઓ અંગે પણ ચર્ચા કરી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ