કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે અને અર્થતંત્ર સતત નબળું પડી રહ્યું છે. ત્યારે આજે બપોરે 12 વાગે પ્રધાનમંત્રી મોદી અને નાણામંત્રી વચ્ચે મહત્વની બેઠક થનારી છે. આ બેઠકમાં કોરોનાના બીજા રાહત પેકેજને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. આ બેઠકમાં PM મોદી અને નાણાંમંત્રી નિર્મલા સીતારમણની સાથે નાણાં મંત્રાલયના મોટા અધિકારીઓ પણ સામેલ થશે. ઉલ્લેખનીય છે કે અગાઉ 1.7 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું હતું અને તેમાં ખાસ કરીને ગરીબો અને મજૂરોને કેન્દ્રિત કરવામાં આવ્યા હતા.