કોરોના સંકટ વચ્ચે આજે (સોમવારે) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોરોનાનાં સંક્રમણને રોકવા માટે એક સર્વદળીય બેઠક યોજી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં કોરોના સામે લડવા માટે કોંગ્રેસે અનેક મહત્વનાં સૂચનો કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે, ટેસ્ટિંગ કરવાનો સૌ કોઇનો અધિકાર છે એટલાં માટે ટેસ્ટિંગ તો થવાં જ જોઇએ.
કોંગ્રેસે કોરોના પ્રભાવિત પરિવારો અને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં રહેનારા પરિવારોને 10 હજાર રુપિયાની આર્થિક મદદ કરવાની માંગ કરી છે. આ સાથે જ ડૉક્ટર અને મેડિકલ સ્ટાફની સંખ્યા વધારવા માટેનું સૂચન કર્યું છે. એટલાં માટે નર્સિંગ, મેડિકલ અને ફાર્મા કોલેજમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની મદદ માટેનાં પણ સૂચનો આપવામાં આવ્યાં.
જણાવી દઇએ કે, આ બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તા, આમ આદમી પાર્ટી તરફથી સંજય સિંહ, કોંગ્રેસનાં દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અનિલ ચૌધરી હાજર રહ્યાં. આ સાથે જ આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ, દિલ્હીનાં ચીફ સેક્રેટરી અને દિલ્હી સરકારનાં પ્રિન્સિપલ સેક્રેટરી હેલ્થ પણ શામેલ છે.