ગાંધીનગર ખાતે આરોગ્યવિભાગની પત્રકાર પરિષદમાં આરોગ્ય સચિવ જંયતિ રવિએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોરોના વાયરસના નવા આંકડા આજથી દિવસમાં એક જ વખત સાંજે 6 વાગ્યે આપવામાં આવશે. રાજ્યમાં દરરોજ 3 હજાર ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. પહેલા જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા તેટલા જ ટેસ્ટ કરાશે. દરરોજના 3 હજાર ટેસ્ટમાંથી 2500 ટેસ્ટ અલગ-અલગ વિસ્તારમાં કરવામાં આવશે જ્યારે 500 ટેસ્ટ ક્વૉરન્ટીન કરવામાં આવેલા લોકોમાં કરાશે.
મૃત્યુ પામનાર મોટાભાગના દર્દી બિમારીથી પીડાતા હતા. ડાયાબિટીસ અને ટીબી જેવી ગંભીર બિમારીઓના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. ગંભીર બિમારી હોય એ લોકોએ વધારે ધ્યાન રાખવું પડશે.
આ લોકોએ બહાર ન નીકળવું
સગર્ભા મહિલા
60થી ઉપરની ઉમંરના વડિલ
10 વર્ષથી નીચેની ઉમંરના બાળકો
સગર્ભા મહિલાઓ
બીજા કોઈ રોગથી પીડાતા લોકો