રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે સાંજ સુધીમાં નવા 90 કેસના ઉછાળા સાથે રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા 468 પર પહોંચી હતી. ત્યાર બાદ આજે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં આજે નવા 25 કેસ નોંધાયા છે જેમાં 23 કેસ અમદાવાદના છે. જ્યારે 2 કેસ આણંદમાં નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ દર્દી 493 થયા છે. આમ અમદાવાદ અને આણંદ સિવાય આજે એકપણ જિલ્લામાં નવો કેસ નોંધાયો નથી.
જ્યારે 75 વર્ષના પુરુષનું અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં મોત થયું છે, આ મોતની સાથે અમદાવાદમાં કુલ 11 લોકોના મોત થયા છે જ્યારે રાજ્યનો મૃત્યુઆંક 23એ પહોંચ્યો છે. જણાવી દઈએ કે, આજે નોંધાયેલા 23 કેસની સાથે અમદાવાદના કુલ કોરોના દર્દીઓનો આંકડો 266એ પહોંચ્યો છે.