CMO સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની મહત્વની જાહેરાત કરી છે. રાજ્યમાં નેશનલ સિક્યોરિટિ ફૂડ એક્ટ હેઠળ જે લોકો આવે છે તેમના ખાતામાં ગુજરાત સરકારે 1000 રૂપિયા નાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના 66 લાખ કાર્ડધારકો લાભ મળશે.
અશ્વિનીકુમારે કહ્યું હતું કે આ સહાય તાત્કાલિક ધોરણેથી આપવામાં આવશે અને સોમવારથી લાભાર્થીઓના ખાતામાં સીધી જમા કરવાના શરૂ થઈ જશે. આ રકમ મેળવવા માટે કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે નહીં.
અનાજ વિતરણ ચાલુ રહેશે
જ્યારે તેમણે APL 1 કાર્ડધારકો માટે શરૂ કરાયેલી અનાજ વિતરણ વ્યવસ્થા વિશે માહિતી આપતા કહ્યું હતું કે સંતોષકારક રીતે આ યોજનાનો લાભ લોકોએ મેળવ્યો છે. જ્યારે કેટલાંક લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાનો હક છોડ્યો હતો જેનાથી વધુને વધુ લોકોને લાભ મળે. કેટલાંક લાભાર્થીઓ અનાજ લેવા માટે બાકી રહ્યાં છે તો તેમને પણ હજુ અનાજ મળશે. એટલે કે જેનો અર્થ એ છે કે હજુ અનાજ વિતરણ બંધ કરાયું નથી અને આગામી દિવસોમાં પણ અનાજ અપાશે.