અમદાવાદમાં કોરોનાની પ્રથમ પોઝિટિવ આવેલી 21 વર્ષીય નિયોમી શાહને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સ્વસ્થ થતા તેને આખરે 32 દિવસ પછી SVP હોસ્પિટલમાંથી શુક્રવારે રાત્રે ડિસ્ચાર્જ કરવામાં આવી. નિયોમી પછી દાખલ થયેલા દર્દીઓ પણ રિકવર થઈ ગયા હતા, પરંતુ તેને કોરોનાનાં લક્ષણો દૂર થઈ ગયા પછી પણ તેના ટેસ્ટનું પરિણામ પોઝિટિવ આવતું હોવાથી રજા આપવામાં આવી ન હતી. અંતે શુક્રવારે કરેલા રિપોર્ટનું પરિણામ નેગેટિવ આવતાં તેને રજા આપવામાં આવી હતી.