એક બાજુ સરકાર લોકડાઉનમાં લોકોને શાકભાજી અને કરિયાણું લેવા માટે છૂટ આપી છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલનો આજે એક વીડિયો વાઈરલ થયો છે જેમાં પોલીસ શાકભાજી વેચવા નિકળેલા ફેરિયાઓની શાકભાજીને પણ રોડ પર ફેંકી દેતી નજરે ચઢે છે. ત્યારે લોકોનું કહેવું છે કે, પોલીસવાળાએ શાકની લારી ઊંધી વાળી દેવાને બદલે તેને જપ્ત કરીને જરૂરિયાતમંદોમાં વહેંચવાની જરૂર હતી. વીડિયો વાઇરલ થતાં DGP શિવાનંદ ઝાએ તેની ગંભીર નોંધ લીધી હતી. DGPના આદેશથી પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કાર્યવાહી કરતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI વી.આર. ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.