ભારતે આખરે મેલેરિયાના નિદાન માટે ઉપયોગમાં લેવાતી રસી હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને પેરાસીટામોલ ઉપરનો નિકાસ પ્રતિબંધ આંશિક રીતે હટાવી લેવાની જાહેરાત કરી છે. વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે અને લાખો લોકો સંક્રમણની લપેટમાં આવ્યા છે ત્યારે અન્ય દેશો દ્વારા ભારત પાસે મેલેરિયાની દવાની માંગ કરવામાં આવી હતી. અમેરિકા ઉપરાંત બ્રાઝિલે પણ હાઈડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટનો જથ્થો આપવા નિકાસ પ્રતિબંધ ઉઠાવી લેવા વિનંતી કરી હતી. શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત માટે કેટલાક ધમકીભર્યા શબ્દો પણ વાપર્યા હતા. તેમણે કહયું હતું કે જો ભારત મદદ નહીં કરે તો કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં કોરોના દર્દીઓની સારવાર માટે મેલેરિયા પ્રતિરોધક દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન અસરકારક પરિણામ આપતી હોવાનું જણાયું છે.