દેશભરમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના લાખો પ્રયત્નો છતાં કોરોના રોગચાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ખાસ કરીને આવી સ્થિતિમાં દેશના 5 મહાનગરોએ મોદી સરકારનું ટેન્શન વધાર્યું છે. મુંબઈ, ઈન્દોર, જયપુર, ગુજરાતના અમદાવાદ અને પુના જેવા 5 મહાનગરોમાં સંક્રમિત દર્દીઓ વધી રહ્યા છે અને સાજા થવાનો દર પણ ઓછો છે એટલું જ નહીં ચિંતાની વાત તો એ છે કે આ શહેરોમાં મૃત્યુદર વધારે છે. જે કેન્દ્ર સરકાર માટે ટેન્શન બન્યું છે.
રાષ્ટ્રય સ્તરે રિકવરી રેટ 19 ટકાથી પણ વધુ છે પણ આ જગ્યાઓએ દર્દીઓના સાજા થવાનો રેટ ઓછો છે. જયપુર અને ઈન્દોરમાં તે 8 ટકા અને અમદાવાદમાં 10 ટકા છે. મુંબઈમાં રિકવરી રેટ 13 ટકા છે. સૌથી સારો રિકવરી રેટ દિલ્હીમાં એટલે કે 28 ટકા છે. પુના, ઈન્દોર, અમદાવાદ અને મુંબઈમાં મૃત્યુદર સામાન્યથી વધુ છે.