US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત કોરોના માટે ચીનને આડે હાથ લીધું છે. ટ્રમ્પે કહ્યું છે કે, ચીને સમયસર ચેતવણી આપી હોત તો આજે દુનિયાના પોણા બસ્સોથી વધારે દેશોમાં કોરોના ફેલાયો છે એ ફેલાયો ન હોત. માત્ર ટ્રમ્પ નહીં અમેરિકાના અમુક સાંસદો અને દુનિયાના અન્ય દેશો પણ માને છે કે કોરોનાની ગરબડ માટે ચીન જવાબદાર છે, ચીનને તેની સજા થવી જોઈએ. બીજી તરફ ચીન કોરોનમુકત થઈ રહ્યું છે. વુહાનમાં કોરોના સ્પેશિયલ હોસ્પિટલો બંધ કર્યા પછી હવે સંસદની તૈયારી શરૂ થઈ છે. આગામી 22 તારીખથી ચીનની સંસદનું સત્ર શરૂ થવાનું છે. જે અગાઉ કોરોનાના કારણે ટાળવામાં આવ્યું હતું.