ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ઝડપથી ફેલાઈ રહ્યો છે. જૂનમાં રોજ લગભગ 8-10 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. નવા કેસ આવવા માટે બે કારણ માનવામાં આવી રહ્યા છે. પહેલા તો લૉકડાઉન જેવા તમામ ઉપાયો હાથ ધર્યા છતાંય સંક્રમણ રોકાતું નથી. બીજું, ભારત (India)એ કોવિડ-19 (COVID-19)ની તપાસ તેજ કરી દીધી છે. રોજ એક લાખથી વધુ ટેસ્ટ થઈ રહ્યા છે. દેશમાં અત્યાર સુધી 50 લાખ ટેસ્ટ થઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધી 2.76 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 7750થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
ભારતે મંગળવાર સુધીમાં કોવિડ-19ના ટેસ્ટ કર્યા છે. તેની સાથે જ તે એવો ચોથો દેશ બની ગયો, જેણે 50 લાખથી વધુ ટેસ્ટ કર્યા હોય. પહેલા ત્રણ સ્થાન પર અમેરિકા, રશિયા અને બ્રિટન છે. અમેરિકાએ 2.18 કરોડ અને રશિયાએ 1.13 કરોડ ટેસ્ટ કર્યા છે. બ્રિટને 59 લાખ ટેસ્ટ કર્યા છે. જો કુલ ટેસ્ટના હિસાબથી જોઈએ તો ભારત, બ્રિટનની નજીક છે, પરંતુ અમેરિકા અને રશિયાથી ખૂબ પાછળ છે.