કોરોના વાયરસના મહાસંકટે ઘણું બધું બદલી દીધું છે. કોઈએ જે વિચાર્યું નહીં હોય, એવી પરિસ્થિતિઓ ઊભી થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક લેખમાં આ નવી સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે.
તેમણે સોશયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઈન પર એક આર્ટિકલ શેર કર્યો છે, જેમાં તેમણે પોતાની દિનચર્યા જણાવતા સંકટના સમયના સદ્ઉપયોગની રીતો જણાવી છે.