કોરોના વાયરસે હવે રાષ્ટ્રપતિ ભવનમાં દસ્તક દીધી છે. પ્રેસિડન્ટ એસ્ટેટમાં પોતાના પરિવાર સાથે રહેતી એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદથી આખા રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં હડકંપ મચી ગયો છે. તેનાથી મોટી ચિંતા એ વાતની છે કે મહિલાના પતિ રાષ્ટ્રપતિ ભવનમાં જ કામ કરનાર અંડર સેક્રેટરી લેવલના એક IAS અધિકારીની ઓફિસમાં કામ કરે છે. તેને જોતા આ અધિકારીએ પોતાને પણ ક્વોરેન્ટાઈન કરી દીધા છે.
આ ખુલાસા બાદ કેમ્પસમાં રહેતા 125 પરિવારોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. કોરોના પોઝિટિવ આવેલી મહિલાને સારવાર માટે RML હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જ્યારે તેમના પતિ અને પરિવારના અન્ય સભ્યો સિવાય પાડોશના લોકોને પણ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવાનો નિર્દેશ આપ્યો છે. કહેવાય છે કે રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં કામ કરનાર 100થી વધુ સફાઇકર્મી, માળી અને દેખરેખ કરનાર બીજા લોકો પણ આ દરમ્યાન મહિલાના પતિના સંપર્કમાં આવ્યા હતા. આ બધાને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ કેસ સામે આવ્યા બાદ રાષ્ટ્રપતિ ભવનમાં વધુ સતર્કતા દાખવવામાં આવી રહી છે.