IPL 2025માં આજે (30 એપ્રિલ) પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા, ચેન્નાઈ સુપર કિંગ્સે 19.2 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા. જવાબમાં, પંજાબે 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 194 રન બનાવીને જીત મેળવી. આ સાથે જ ચેન્નાઇ સુપર કિંગ્સ IPL 2025 માં પ્લે ઓફમાંથી બહાર થનારી પહેલી ટીમ બની ગઇ છે.