ડીજીપી શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધીને જણાવ્યું કે, અમદાવાદ સુરત અને રાજકોટ શહેરમાં વધતાં કેસોને ધ્યાનમાં લઈ અમુક વિસ્તારોમાં કરફ્યૂ લાદવામાં આવ્યો હતો. અમદાવાદમાં સેન્ટ્રલ અને સાઉથ ઝોનમાંથી 1173માંથી 912 કેસ કોટ વિસ્તાર એટલે કે કરફ્યૂવાળા વિસ્તારનાં છે. જે 34 મરણ થયા છે તેમાંથી 25 મોત કોટ વિસ્તારના છે. સુરતમાં 154 કેસો, રાજકોટમાં પણ 38માંથી 30 કેસ કરફ્યૂ વિસ્તારના છે. શહેરના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સહિત સીએમ સાથેની મીટિંગમાં આ મામલે ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ નક્કી થયું છે કે કરફ્યૂ હવે ચાલુ રહેશે. કરફ્યૂ 24 એપ્રિલ સુધી અમદાવાદ રાજકોટ અને સુરતમાં સવારે 6 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યું છે. અત્યારે છૂટછાટ છે એ મુજબ જ રહેશે.