Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

-પરિમલ નથવાણી
ભારતના માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગયા રવિવારે તેમના વિશેષ કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધન કરતાં જળ સંચય માટે જન આંદોલનમાં જોડાવા ભારતવાસીઓને અપીલ કરી હતી. આજે, રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ચેરમેન ધીરૂભાઈ અંબાણીની પુણ્યતિથિ નિમિત્તે તેમને યાદ કરતાં ધીરૂભાઇને મન પાણીનું મૂલ્ય શું હતું તે જાણીએ તો વડા પ્રધાનની જેમ જ તેમની સૂઝબૂઝ માટે પણ અનેકગણું માન ઉપજે છે.
ધીરૂભાઈ અંબાણીએ પોતાની વિશ્વ વિખ્યાત રિફાઇનરીની સ્થાપના કરવા માટે ગુજરાતના જામનગર પાસેના દરિયા કિનારાની નજીક જગ્યા પસંદગી કરી. જોવાની ખૂબી એ છે કે રિલાયન્સ રિફાઇનરી દેશની પહેલી એવી રિફાઇનરી છે જે દરિયા કિનારે સ્થપાઇ. દેશમાં અગાઉની રિફાઇનરીઓ વડોદરા, મથુરા, ન્યુમલીગઢ જેવાં ભૂમિબદ્ધ (Land-Locked) સ્થળોએ સ્થપાયેલી.  સ્વાભાવિક રીતે જ મોટા પ્રમાણમાં બાંધકામ કરવા અને આટલી મોટી રિફાઇનરી સંકુલના પ્લાન્ટોમાં પ્રક્રિયાઓ માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ચોખ્ખા પાણીની જરૂરિયાત રહે.  દરેક જગ્યાએ મહી કે યમુના જેવી બાર માસી નદીઓ કે 30 થી 40 ફૂટે વિપુલ ભૂગર્ભ જળ રાશિ ન પણ મળે. જામનગરમાં તો તે પ્રશ્ન જ ન હોતો. રોજનું સરેરાશ 20 મિલિયન ગેલન પાણી એ કાંઇ નાની સૂની વાત છે? પણ ધીરૂભાઇ જેમનું નામ !
કુદરતનો ક્રમ છે કે સૂર્યનાં કિરણો દરિયાના પાણી ઉપર પડે અને તેની ગરમીથી પાણી વરાળ બને; જે ઉપર આકાશમાં જઇ વાદળ સ્વરૂપે એકઠી થાય અને વરસાદ સ્વરૂપે આપણને ચોખ્ખું પાણી મળે! આ સિદ્ધાંત ઉપર ઇઝરાયલની મલ્ટીપલ ઇફેક્ટ ડિસ્ટીલેશન ટેકનોલોજીના આધારે ધીરૂભાઇએ જામનગર રિફાઇનરી સંકુલમાં દરિયાના પાણીને શુદ્ધ કરવાનો ડિસેલીનેશન પ્લાન્ટ લગાવ્યો. ધીરૂભાઇ માનતા કે ક્રૂડનું છેલ્લું ટીપું જેટલું કિંમતી છે અને તેનું મૂલ્ય સંવર્ધન (Value addition) થવું જોઇએ તેટલું જ મૂલ્યવાન પાણી પણ છે.તેનો ઉપયોગ નહિ પણ સદ્ઉપયોગ થવો જોઇએ. દુરૂપયોગ તો કદાપિ નહિ!
તેથી જ રિલાયન્સમાં દરિયાના પાણીને ડિસેલિનેશનની પ્રક્રિયાથી શુધ્ધ કરીને રિફાઇનરીમાં ઉપયોગમાં લેવામાં આવ્યા બાદ આ વપરાયેલા પાણીને એફેલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ઇ.ટી.પી.)માં શુધ્ધિકરણ કરવામાં આવે છે અને કૂલિંગ ટાવરમાં, ફાયર વોટર તરીકે અને લેન્ડસ્કેપિંગમાં તેનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે.  
ધીરૂભાઈના આયોજન અને દૂરંદેશીભર્યા નેતૃત્વ હેઠળ તૈયાર થયેલા આ સંકુલમાં વરસાદી પાણીનો ખાસ અલગ અલગ સ્થળે નાનાં નાનાં તળાવો બનાવીને સંગ્રહ કરવામાં આવે છે, જેથી જરૂર મુજબ તેને ઉપયોગમાં લઇ શકાય. રિલાયન્સના રિફાઇનરી સંકુલમાં ધીરૂભાઈ અંબાણીના સ્વપ્ન સમાન 2968 એકર વિસ્તારમાં 9.5 મિલિયન પ્લાન્ટેશન ધરાવતા ગ્રીન બેલ્ટમાં પણ ડ્રીપ ઇરીગેશન જેવી પદ્ધતિના ઉપયોગથી પાણીનો બગાડ ન થાય તે રીતે ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં, રિલાયન્સની ટાઉનશીપમાં ઘર વપરાશમાં ઉપયોગમાં લેવામાં આવતા પાણીને પણ બિન-ફળાઉ ઝાડને સિંચાઇ તથા લેન્ડસ્કેપિંગ માટે પુનઃઉપયોગમાં લેવામાં આવે છે. ટૂંકમાં રિલાયન્સમાં પાણીના વપરાશની એક એવી ‘જળચક્ર વ્યવસ્થા’ (Water Cycle System) છે જે પાણીને મહિમાવંત કરે છે.  
ધીરૂભાઇની જળ વ્યવસ્થાપનની સૂઝબૂઝનો લાભ માત્ર રિફાઇનરી સંકુલને જ નહીં પરંતુ જામનગર શહેર અને જામ ખંભાળિયાને પણ મળ્યો છે. 21મી સદીનાં પ્રારંભિક ત્રણ વર્ષોના ઉનાળા જામનગર જિલ્લા માટે અછત અને દુઃષ્કાળનાં વર્ષો હતાં. ત્યારે ધીરૂભાઇએ વર્ષ 2000માં 
28 એપ્રિલ થી 6 જુલાઇ સુધીના 70 દિવસો સુધી સતત દૈનિક 16 લાખ ગેલન પાણી જામનગર શહેરની પ્રજાને પૂરૂં પાડ્યું હતું. તે માટે રિલાયન્સ સંકુલમાંથી જામનગર મહાનગરપાલિકાના એક જળાશય અને પમ્પ હાઉસ સુધી 22 કિલોમીટર લાંબી ખાસ પાઇપલાઇન પણ બિછાવવામાં આવી. વર્ષ 2001માં 22 મે થી 20 જૂન એમ 30 દિવસ સુધી દૈનિક 12 લાખ ગેલન લેખે અને વર્ષ 2002માં 16 માર્ચ થી 17 જૂન સુધી એટલે કે લગાતાર 94 દિવસ સુધી દૈનિક 10 લાખ ગેલન પાણી જામનગર શહેરને પૂરૂં પાડ્યું હતું. કોઇ ઉદ્યોગ ગૃહ પોતાની જરૂરિયાતમાં કાપ મૂકી આટલા મોટા જથ્થામાં રોજે રોજ નગરજનો માટે પીવાનું પાણી પૂરૂં પાડે તે ભારતીય સમાજ સેવાના ઇતિહાસની વિરલ, અનન્ય અને અનુપમ ઘટના છે. આ સમયમાં ધીરૂભાઇએ જામનગર શહેર ઉપરાંત રિલાયન્સ  સંકુલની આજુબાજુનાં અછત ગ્રસ્ત ગામો અને રાજસ્થાનનાં કેટલાંક ગામોમાં ટેન્કરો મારફત પીવાનું પાણી પૂરૂં પાડ્યું હતું તે તો અલગ. વર્ષ 2002ની 6 જુલાઇએ ધીરૂભાઇના અવસાન બાદ તેમની યાદગીરીમાં વર્ષ 2003માં જામ ખંભાળિયા નગરમાં પેદા થયેલા અભુતપૂર્વ જળ સંકટ સમયે પણ 29 એપ્રિલ થી 7 જુલાઇ સુધી સતત 70 દિવસ દૈનિક એક લાખ ગેલન પાણી પૂરૂં પાડવામાં આવ્યું હતું.
માનનીય વડા પ્રધાન જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે નર્મદાનાં નીર સૌરાષ્ટ્ર-કચ્છ સુધી પહોંચી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું પણ બહુ ઓછા લોકોને ખબર છે કે નર્મદા યોજના માટે સુપ્રિમ કોર્ટ સુધી ગુજરાતે આદરેલી લડતને ધીરૂભાઇ અંબાણીએ જબર્દસ્ત ટેકો કર્યો હતો. કારણ કે તેઓ માનતા કે જેમ નર્મદા ગુજરાતની જીવાદોરી છે તેવી રીતે જળ એ જ જીવન છે.     
(શ્રી પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના 
સાંસદ છે.) 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ