રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના માર્કેટિંગ હેડ નિખિલ સોસલેની પોલીસે ધરપકડ કરી છે. 4 જૂને બેંગ્લુરુમાં RCB ની વિજય પરેડ પહેલા થયેલી નાસભાગ મામલે પોલીસે આ પહેલી ધરપકડ કરી છે. આ દરમિયાન અન્ય 3 લોકોને પણ કસ્ટડીમાં લેવાયા છે. પોલીસે આ કેસમાં FIR નોંધ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.