Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે 'વન બિગ બ્યૂટીફુલ બિલ'ની ઇલૉન મસ્ક દ્વારા આકરા શબ્દોમાં કરાયેલી ટિકા પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, 'ટેસ્લાના સીઈઓ હંમેશાથી બિલની મુખ્ય જોગવાઈઓથી વાકેફ હતા. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહન (EV) આદેશમાં પ્રસ્તાવિત કાપ અંગે.' ટ્રમ્પે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, 'હું ઈલૉનથી ખૂબ જ નિરાશ છું. મેં તેમને ઘણી મદદ કરી છે. તેઓ બિલની આંતરિક કામગીરીને અહીં બેઠેલા કોઈપણ કરતાં વધુ સારી રીતે જાણતા હતા. તેમને તેમાં કોઈ સમસ્યા નહોતી. અચાનક તેમને એક સમસ્યા થઈ અને જ્યારે તેમને ખબર પડી કે અમે EV આદેશમાં ઘટાડો કરવા જઈ રહ્યા છીએ ત્યારે સમસ્યા વધી ગઈ.'

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ